Posts

Showing posts from March, 2019
Image
                                                    એક નાની એવી વાર્તા કહુ? (કહી જ દઉ ને, વાંચવા આવ્યા છો તો.) એક છોકરો શાળાએ ભણવા જતો. અમીર ઘરનો એકનો એક દીકરો. પિતાની ઓળખાણના કારણે શિક્ષક તે બાળક પર વધુ ધ્યાન આપતો. તે બાળક ભણવામાં સાવ ડફોળ. ‘ને શિક્ષક પણ તેને રાજી રાખવા તેના ભણતર પર વધુ ભાર મૂકતો ન હતો. પણ બાળકના પિતાને બાળકથી બહુ બધી આશા. એ તો રોજ શિક્ષકને પૂછતો કે કેવુ તેનુ બાળક ભણે છે. શિક્ષક જુઠા જવાબો આપતો. તેનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે એવુ ઠરાવતો. પરિણામે થયુ એવુ કે બાળક નાપાસ થયો. બાળકના પિતા શિક્ષક પાસે ગયા અને પૂછ્યુ આવુ કેમ? શિક્ષકે કહ્યુ “મને હજુ એક વર્ષ બીજુ આપો, હું બધુ સારુ કરી દઇશ.”                                                     વાર્તા અહીં પૂરી થાય છે. આ વાર્તાનો હેતુ સમજ્યા તમે? આજની તત્કાલિન પરિસ...