એક નાની એવી વાર્તા કહુ? (કહી જ દઉ ને, વાંચવા આવ્યા છો તો.) એક છોકરો શાળાએ ભણવા જતો. અમીર ઘરનો એકનો એક દીકરો. પિતાની ઓળખાણના કારણે શિક્ષક તે બાળક પર વધુ ધ્યાન આપતો. તે બાળક ભણવામાં સાવ ડફોળ. ‘ને શિક્ષક પણ તેને રાજી રાખવા તેના ભણતર પર વધુ ભાર મૂકતો ન હતો. પણ બાળકના પિતાને બાળકથી બહુ બધી આશા. એ તો રોજ શિક્ષકને પૂછતો કે કેવુ તેનુ બાળક ભણે છે. શિક્ષક જુઠા જવાબો આપતો. તેનુ ભવિષ્ય ઉજ્જવળ રહેશે એવુ ઠરાવતો. પરિણામે થયુ એવુ કે બાળક નાપાસ થયો. બાળકના પિતા શિક્ષક પાસે ગયા અને પૂછ્યુ આવુ કેમ? શિક્ષકે કહ્યુ “મને હજુ એક વર્ષ બીજુ આપો, હું બધુ સારુ કરી દઇશ.”
વાર્તા અહીં પૂરી થાય છે. આ વાર્તાનો હેતુ સમજ્યા તમે? આજની તત્કાલિન પરિસ્થિતિથી કાઇ રીલેટ કરી શક્યા તમે? કશાની સાથે જોડી શક્યા આ વાર્તા? જે લોકો આ વાર્તાને રીલેટ કરી શક્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે લોકો ન સમજી શક્યા એમના માટે. આ વાર્તાને હુ આજના રાજકારણ સાથે જોડી રહ્યો છુ. (સીધુ અને સટ્ટ. મને આડી અવળી વાત કરતા નથી આવડતી. સીધી વાત છે, સીધી રીતે કહેવા માંગુ છુ.)
વાર્તા અહીં પૂરી થાય છે. આ વાર્તાનો હેતુ સમજ્યા તમે? આજની તત્કાલિન પરિસ્થિતિથી કાઇ રીલેટ કરી શક્યા તમે? કશાની સાથે જોડી શક્યા આ વાર્તા? જે લોકો આ વાર્તાને રીલેટ કરી શક્યા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે લોકો ન સમજી શક્યા એમના માટે. આ વાર્તાને હુ આજના રાજકારણ સાથે જોડી રહ્યો છુ. (સીધુ અને સટ્ટ. મને આડી અવળી વાત કરતા નથી આવડતી. સીધી વાત છે, સીધી રીતે કહેવા માંગુ છુ.)
તમે તમારા પિતા વીશે કોઈ ખરાબ બોલતુ હોય તો તમે સાંભળી શકો? ઘરમાં ગમે તે થયુ હોય, પપ્પા સાથે ઝઘડો થયો હોય, કોઈ વસ્તુ ન લાવી આપતા હોય, કોઈ વાત ને લઈને નારાજગી હોય પણ તમારા પિતા વિષે બ્હારનુ કોઈ એક શબ્દ પણ ખરાબ બોલી જાય તો તમે સાંભળી લેશો? પરિસ્થિતી અત્યારે આવી ઊભી થઈ ગઈ છે. લોકોએ એમને ગમતા/સપોર્ટ કરતા રાજકીય નેતાને બાપ બનાવી લીધા છે. “આ મારો બીજો બાપ છે. અને એના વિષે ખરાબ એક શબ્દ પણ હુ નહી સાંભળી લઉં!” તમે આ લોકો આગળ કશુ સાબિત ના કરી શકો. તમે ગમ્મે એટલી સાચી વાત કેમ ન કહી રહ્યા હોય, ગમ્મે એટલા વાસ્તવિક તારણો દેખાડી દો એમને... એ ના માને. એમના માટે “મારો બાપ સાચો, એ કદી કઈ ખોટુ કરી જ ન શકે!” જેમ પુત્રપ્રેમ/સંતાન પ્રેમ હોય છે એવો જ આ “બીજા બાપ” પ્રત્યેનો બાપપ્રેમ છે. જેમ કેટલાક મા-બાપ ઇચ્છિને પણ પોતાના સંતાનના સારા માટે કડક પગલા લઈ નથી શકતા એ જ રીતે આ લોકો પણ એમના બીજા બાપ વિષે ખરાબ(જે હકીક્તમાં સાચુ છે) એવુ સાંખી નથી શકતા.
અરરે... મારા-મારી સુધી લોકો આવી જાઈ છે. સૈનિકોનુ આત્મ બલિદાન રાજકારણની રમતનુ એક મોહરુ બની ગયુ છે. અને આમાં ભાગ ફક્ત રાજનેતાઓ નો જ નથી. તમારા ઘરમાં જે ઈડિયટ બોક્સ(T.V.) છે, એમાં આવતી ન્યૂઝ ચેનલો (‘ખરીદાય ગયેલી’ આ શબ્દ સાયલેંટ છે)નો પણ હાથ છે. જે તમારા મગજમાં પરોક્ષ રીતે જે-તે નેતાને સારો/ખરાબ દર્શાવાની ભૂમિકા ભજવી જાઈ છે, અને તમે હોંસે હોંસે માની લો છો. હુ અહીંયા કોઇનુ હ્રદય પરીવર્તન કરવા નથી આવ્યો, એટલે તમને એમ લાગતુ હોય કે હુ જે-તે પાર્ટી વિષે વિરુદ્ધ કઈક વાત કરીશ, તો નય એવુ નથી થવાનુ. પણ હા વાત મારે એ કરવી છે જે મારા દેશના સૈનિકોના બલિદાન પર રમાય રહેલી રાજનીતિ.
તમે મોટા સ્કેમ કરો, જુઠા વાયદા કરી મત ઉઘરવો, ફાઈલો ગાયબ કરો, અકાઉન્ટમાં પૈસા નાખવાની ખોટી લાલચ આપો. આ કઈ નવુ નથી. આ બધુ વર્ષોથી થતુ આવ્યુ છે અને જો આવા નેતાઓ રહ્યા તો આગળ પણ થતુ રહેશે. (ન તો હુ કોઈ પક્ષના સપોર્ટમાં છુ કે ન તો વિરોધમાં, કે લોકો કોને મત આપશે એ બાબતથી પણ મને કાઇ ફર્ક નથી પડતો. બસ, મારા દેશના સૈનિકો પર જે રાજનીતિ રમાઈ રહી છે એના કારણે મારે લખવુ પડ્યુ. અને દેશના સૈનિકો માટે લખવા માટે કોઈ મને ‘Anti-national’, ‘પાકિસ્તાની’ કે કાઇ પણ કહે મને ફર્ક નથી પડતો.) આ દેશના જવાનોના બલિદાન પર તમે રાજનીતિ રમો એ વાતથી મને પ્રોબલમ છે. જેના માટે હુ ૨ તથ્યો કહેવા માંગીશ.
૧. ૨૦૧૦માં અમેરિકાની આર્મીએ બિન લાદેનને અબોટાબાદ(અફઘાનિસ્તાન)માં એના ઘરમાં ઘૂંસીને એનુ એંકાઊંટર કર્યુ. ઘરમાં એના અન્ય પરિવાર જનો પણ હતા. જેમને વીના કોઈ હાની પહોંચાડી આ ઓપરેશન સફળ પાર પાડ્યુ. આ પણ એક સર્જીક્લ સ્ટ્રાઈક હતી. આ ઓપરેશનમાં એક પણ સૈનિકને કોઈ ઇજા પોહંચી ન હતી. એ સમયે અમેરીકામાં બરાક ઓબામા પ્રેસિડંટ હતા. જે કામ આર્મીએ કર્યુ હતુ, એનો જશ આર્મીને જ આપ્યો. ૨૦૧૨માં પ્રેસિડંટ ચૂંટણી હતી. જેમાં તેઓ ઊભા રહ્યા હતા અને ચુંટણીની એક પણ સ્પીચમાં એવુ નથી કહ્યુ કે અમારી સરકારમાં અમે આવી સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. તદ્દન નવા વિચારો અને નવી યોજના લઈને આવ્યા અને ૨૦૧૨માં ફરી ચૂંટાયા.
કહેવાનો અર્થ એ જ કેમ સૈનિકોની બહાદુરીનો જશ પોતાના ખભે લઈ લો છો? પાછા આવા નેતાઓને સપોર્ટ કરવા વાળા બોવ વટથી કહે “અમારા નેતાએ સર્જીકલ સ્ટ્રાઈક કરી. દેશ માટે કેટલુ સારુ કામ કર્યુ.” એમને પુછવામાં આવે કે તમારા નેતાએ સર્જીકલ સ્ટ્રાઈકમા શુ કર્યુ? જે કામ કર્યુ એ તો બધુ સૈનિકોએ કર્યુ. તો જવાબ આપે “એમણે ઓર્ડર તો આપ્યોને.” અચ્છા, કેટલુ ઇન્ટરનેશનલ પ્રેશર બને દેશ પર ખબર છે જ્યારે આતંકવાદીઓ તમારા આર્મી કેમ્પમાં ઘૂસીને જવાનોને મારે ત્યારે? UNનુ પ્રેશર તો બને જ એ સાથે સાથે દેશના લોકોમાં પણ આક્રોશ વધે. આવા સમયમાં ઓર્ડર પાસ કરવો જરૂરી હતુ. ઓર્ડર આપવો એ એમની ફરજ હતી. કોઈ મહાન કાર્ય ન હતુ. ચાલો એક ઉદાહરણ લો, તમે કામ કરો છો, કમાવા માટે. કામ કરશો તો તમને પૈસા મળશે. સરળ લૉજિક છે આ. બસ એ જ વાત છે. સર્જીક્લ સ્ટ્રાઈકનો ઓર્ડર આપવો એ એમની ફરજ હતી. ફરજથી વધારે કાઇ નથી કર્યુ.
અને જો એમને દેશ માટે કરવુ જ છે તો જે વાયદા કર્યા ચૂંટણી પહેલા એ કેમ પૂરા નથી કર્યા? જે પરિકલ્પનાઓ જનતાને ચૂંટણી પહેલા આપી હતી, એને સાચી પાડવાના પ્રયત્નો કેમ ન કર્યા? તમે જે બોલ્યા છો એટલુ તો કરો. સર્જીકલ સ્ટ્રાઈક તો દેશના વિકાસનો મુદ્દો હતો નહી, અણધારી આફત આવી પડી, એનુ નિવારણ લાવ્યા, એનાથી ચૂંટણી જીતવી છે?
(આના પછીનો ટોપીક નાનો છે, લાંબુ લઢણ નથી લખવાનો કે ઘણા બધા પાસાઓ ની ચર્ચા પણ નથી કરવાનો.)
૨. નોટબંદી(Demonetisation) ૨૦૧૪માં જ્યારે વડાપ્રધાન તરીકે નરેંદ્ર મોદી ચૂંટાયા. ત્યારે વ્યક્તિગત રીતે મને થોડુ સારું લાગ્યુ. વાહ, એક ગુજરાતી આ દેશનો વડાપ્રધાન છે. એ પછી થઈ નોટબંદી. તકલીફોનો દોર ચાલુ થયો. શાળા/કોલેજમાં ભણતા વિધાર્થીઓની ફી ભરવાના પૈસામાં તકલીફ ઊભી થઈ. ગવર્નમેંટ અને ગુજરાત યુનિવર્સિટીના છાત્રોને જાજી તકલીફ ન થઈ પરંતુ પ્રાઈવેટ શાળા/કોલેજોના છાત્રોને ફક્ત સેમેસ્ટર ફી ન ભરી શકવાના કારણે પરીક્ષામાં બેશવા ન દેવામાં આવ્યા. ચાલો યુવાનો, વેપારીઓને તકલીફ પડી સમજ્યા હવે, પણ જે વૃદ્ધ લોકોને લાઇનમાં ઉભુ રહેવુ પડ્યુ એમનુ શુ? ઇંડિયન ઇકોનોમીમાં કેટલો મોટો ફડકો પડ્યો, કેટલા લોકોના વ્યવસાય ડૂબી ગયા. ચલો સમજ્યા હવે, હોય હવે. એમની પણ વાત નથી કરવી મારે. મારે વાત કરવી છે એમની જે લોકો આપણા સુધી પૈસા પોહંચાડી રહ્યા હતા. બેંકના કર્મચારીઓ. જી હા, તમારા માંથી ઘણાને કદાચ નહીં ખબર હોય કે આપણા માટે કેટલા બેંકના કર્મચારીઓએ વેઠયુ છે. જેમાના ઘણાઓએ પોતાની નોકરી પણ ખોઈ.
ઘણા એવુ કહે છે કે દેશ નોટબંધી માટે તૈયાર ન હતો. જેમાં આપણા વડાપ્રધાનનુ કહેવુ એવુ હતુ કે એ સમયે આપણા દેશનુ અર્થશાસ્ત્ર એટલુ સારી દશામાં હતુ કે એ જ સમય ડિમોનેટાઈજેશન માટે શ્રેષ્ઠ હતો. ઓકે, ચલો એક મિનિટ માટે એમની વાત માની લઈએ, શુ બેંકો તૈયાર હતી નોટબંધી માટે? આટલા અઢળક લોકોને બેંકો રૂપિયા પૂરી પાડી શકવાની હતી? એટીએમ માં પૈસા માટે કેટલી લાંબી લાઇન લાગતી. અને પોતાનો વારો આવતા પૈસા પૂરા થઈ જતા. કેટલા ઝઘડા થયા એ બાબતને લઈને. ૧૨ કલાકથી પણ વધુ સમય બેન્કના કર્મચારીઓએ ફાળવ્યો. તેમ છતાં એક-બે નોટોનો ચોક્કસ હિસાબ ન મળતા ઘણા બેંકના કર્મચારીઓએ પોતાના ઘરના પૈસા જોડવા પડ્યા હતા. ખેર, એ કોને ખબર છે?
આજકાલ કેટલાક લોકો હકીકત જોવા નથી માંગતા. જોઈ નથી શકતા એમ નહી કહુ, કારણ જોઈ તો શકે છે. આ લોકોને આંધળા, અંધ, કે અંધ ભક્ત કહેવુ વ્યાજબી નથી કારણ કે અંધ વ્યક્તિને પણ સાચી રાહ જોવાની જિજ્ઞાસા હોય છે. આ લોકો તો આંખો ખોલીને અંધ થઈ ગયા છે. આ દેશમાં જેમ અંધશ્રદ્ધા છે. ચોર્યાસી લાખ દેવી-દેવતાઓ માટે ઘણી અંધશ્રદ્ધા લોકોએ પાલવી છે. એમ એમના બીજા બાપ પ્રત્યેની આ અંધ શ્રદ્ધા છે. બસ, છેલ્લે એટલુ જ કહીશ
-“દૈર ના હો જાયે કહીં દૈર ન હો જાયે.”
-કીર્તિદેવ

Comments
Post a Comment